Home
Unlabelled
*માનનીય,* *સૌરભભાઈ પટેલ* *ધારાસભ્યશ્રી બોટાદ* *107 વિધાનસભા* *વિષય:- થોડી બોટાદની સંભાળ લેવા બાબત.* *ઉપરોક્ત વિષય અનુસંધાને લખી જણાવવાનું કે અમે બોટાદવાસીઓ તમને બહુ યાદ કરીએ છીએ. તમે ચૂંટણી વખતે શેરીએ શેરીએ સભાઓ કરેલી એ શેરીઓ અને રોડ રસ્તા તમને યાદ કરે છે. લોકો તો એમ કહેતાં કે તમોએ અનેક કરોડોના કૌભાંડો કરેલા છે છતા અમોએ તમારી વાત સાંભળી અને તમોને જીતાડેલા.* *પણ તમોએ અમારી લાગણી અને અમારી ભક્તિને છીન્ન ભિન્ન કરી નાખી છે. તમારા દર્શન પણ બોટાદવાસીઓ માટે દુર્લભ થઈ ગયેલ છે. છતા તમને થોડીક પણ જો બોટાદવાસીઓની ચિંતા હોય તો નીચેના મુદ્દાઓ પર થોડુ ધ્યાન આપવાની કૃપા કરશો.* *1). એકપણ રોડ એવો નથી જ્યાંથી જવાનું કે ગાડી ચલાવવાનું મન થાય. રોડ ન બનાવો તો કાઈ નહીં પણ થોડા ખાડા પુરાય તેવી કૃપા કરો તો પણ અમે તમારો આભાર માની તેને વિકાસ માની લેશું.* *2). એકપણ એવો દિવસ નહીં હોય કે બોટાદ કે જીલ્લામાં ચોરી નાં થઈ હોય. વળી ખૂન, મારામારી, ખંડણી, રેપ જેવા બનાવોએ તો માજા મુકી છે.* *મારા મિત્રો કહેતાં કે તમે આવશો તો સુરક્ષા મળશે.* *અત્યારે આવારા તત્વો બહેનો દીકરીઓની ઘરે જઇને તો ક્યારેક રોડ રસ્તાઓ પર પણ છેડતી કરતા અચકાતા નથી.* *સુરક્ષા અમને તો ના મળી પણ તમને જરૂર મળી ગઈ છે. તો થોડુ અમારું પણ વિચારો.* *3). કૃષ્ણસાગર તળાવ પાણીથી છલ્લો છલ્લ ભરાય જશે તમોએ એવું કિધેલું પણ પીવા માટે પાણી પણ 9 માં દિવસે આપવામા આવે છે. તો પીવાનું પાણી પુરતું મળે તેવી થોડી કૃપા કરશો.* *4). સ્વચ્છતા, ટ્રાફિક, આરોગ્ય અને શિક્ષણ આ બધાની તો વાત જ જવા દો. તેનાં વિશે તો કાઈ કહેવું નથી.* *તો સાહેબ તમે ભલે ગાંધીનગર રહો પણ બોટાદથી અમોએ તમને જીતાડીને ત્યાં મોકલેલ છે એટલાં માટે કે તમો અમારાં પ્રશ્નો ત્યાં સુધી પહોંચાડીને નિરાકરણ લાવશો. પણ હવે અમો બોટાદવાસીને એવું લાગે છે કે તમો અમારો ઉપયોગ કરી ગયા. છેલ્લાં પાંચ વર્ષ ટી. ડી.માણીયા સાહેબ વખતના તો બગડ્યા અને કદાચ હવે બીજા પાંચ પણ.....* *પરંતુ પ્રજા રંક્ને રાજા બનાવે તો રાજાને રંક પણ બનાવી દે એ વાત વાત યાદ રાખવી જોઈએ. જેનાં પડઘા બોટાદની જનતા 2019 ની લોકસભામાં સંભળાવશે...* *જય હિન્દ...*
Post A Comment: