મોંઘવારીનો માર સહત કરતી દેશની સામાન્ય પ્રજા ઉપર દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ રૂપી કોરડો વિંઝાય છે. દેશાના લોકોને રોજે રોજ પેટ્રોલ-ડીઝલના ભાવનો માર સહન કરવો પડે છે. હવે સરકાર પણ ઇંધણના ભાવ ઉપર કાબુ લેવા માટે વિચારી રહી છે. આજે વડાપ્રધાન મોદી અને પ્રમુખ ઓઇલ કંપનીઓના અધિકારીઓ સાથે બેઠાક થવા જઇ રહી છે. જોકે, આ પહેલા મોદી સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ.2.50નો ભાવ ઘટાડો કરીને લોકોને રાહતના સમાચાર આપ્યા હતા.
પરંતુ આ સારા સમાચાર વધારે દિવસ સુધી ટક્યા નહીં. જેમ જેમ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતો ગયો તેમ તેમ આ રાહત ઓછી થઇ અને છેવટે સરકારનો ભાવ ઘટાડો સ્વાહા થઇ ગયો હતો. પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધારાએ ઓક્ટોબરમાં થયેલા ભાવ ઘટાડા રૂ.2.50ના ઘટાડાને ચાઉં કરી ગયો. માત્ર નવ દિવસમાં જ સારા સમાચાર માઠા સમાચારમાં ફેરવાઇ ચુક્યા છે. ભાવ ઘટાડા બાદથી અત્યાર સુધી રૂ.2.43 ભાવ વધી ચૂક્યા છે.
પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.આજે ય ભાવવધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો પ્રતિ લિટર ભાવ રૃા.૭૯.૭૩ થયો છે જયારે ડિઝલનો ભાવ રૃા.૭૮.૮૪એ પહોંચ્યો છે. જાણકારો કહ છેકે, છેલ્લા નવેક દિવસમાં પેટ્રોલના ભાવમાં રૃા.૧.૨૨નો વધારો થયો છે જયારે ડિઝલમાં તો રૃા.૨.૪૩ પૈસા સુધીનો વધારો થઇ ચૂક્યો છે.
ડિઝલના ભાવ વધતાં બજાર પર તેની વ્યાપક અસર પહોંચી રહી છે. તમામ ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે જેથી ગરીબ વર્ગની મુશ્કેલી વધી છે. કારમી મોંઘવારીમાં જીવન જીવવુ દોહ્યુ બન્યુ છે જેથી લોકોમાં રોષ ભભૂક્યો છે.
Post A Comment: