હજુ તો રાજ્યમાં પરપ્રાંતિયનો મુદ્દો શાંત નથી પડ્યો ત્યાં અન્ય એક સમાજે ફરિયાદો કરી છે. આ વખતે અમદાવાદમાં મારવાડી સમાજના સવર્ણકારોએ ફરિયાદ કરી કે પોલીસ તરફથી તેઓને કારણ વગર હેરાન કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં મારવાડી લોકોનું કહેવું છે કે તેમની સાથે આંતકવાદી જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં હવે મારવાડી સમાજના સવર્ણકારોએ સરકાર સામે લડત શરુ કરી છે. સવર્ણકારોને કારણ વગર પોલીસ હેરાન કરતી હોવાનો આક્ષેપ આ સોની વેપારીઓએ કર્યો છે. એટલુ જ નહિ તેમની સાથે ચોર અને આંતકી જેવો વ્યવહાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ વેપારીઓએ કર્યો છે. ત્યારે સરકાર સામે લડત લડવા સવર્ણકાર યુવા સેનાની રચના કરવામાં આવી છે.
Post A Comment: